Wednesday, December 26, 2007

Bhule Chuke mare to

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં
ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી
મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે
તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા
નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું

Dukh ma Radi Levani

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે

Saturday, December 22, 2007

Chahe je mane Dil thi

ચાહે જે મને દિલથી,
તેવી ચાહનાર શોધું છું,
વફાનો બદલો આપે વફાથી,
તેવી વફાદાર શોધું છું.
વિશ્વાસનો બદલો આપે વિશ્વાસથી,
તેવી વિશ્વાસુ શોધું છું.
દોસ્તીનો બદલો આપે દોસ્તીથી,
તેવી દોસ્ત શોધું છું.
દુઃખમાં જે આપે સાથ,
તેવો સાથી શોધુ છું.
જે સમજે દિલની વાત,
તેવી દિલરુબા શોધુ છું.
ખીલવે જે આ બગીચાને
તેવી વસંત શોધુ છું

Prem ma sachi maza

પ્રેમ મા સાચી માજાતો ત્યારે આવે,
એ મલવાનુ વચન આપે છતાય મલવા ના આવે,
ક્યારેક હુ રીસઈ જાઊ એનાથી,
અને તે મને ગુલાબ આપી મનાવે,
આખોમા એનિ હુ ખોવાઈ જાઊ,
અને તે ધીમેથી મારા દિલ ની નજીક આવે,
ફુલો ની વચ્ચે મહેકતા હસીને જોઊ હુ,
અને હસી એની કદાચ ફુલો ને પણ શરમાવે,
અદાઓની એના વખાન કરતો રહુ,
અને લોકો મને શાયર કહી ને બોલાવે,
સુ પ્રેમ મા એવા દીવસો ના આવે,
કે સવાલ ઉઠે મારા હ્રદય મા અને,
એનો જવાબ એના નયન મા મળે..

Ho Bhid ma

હો ભીડમાં તો જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય!!!

Shabd me Kehya nathi

શબ્દ જે કદી ય મે કહ્યા નહીં.
દ્વાર પર ઉભા રહ્યા,ગયા નહીં.

વ્યોમથી ઝર્યા કરી અરવ કથા,
છપરાં જરા ય તે હલ્યાં નહીં.

દષ્ટિ તો પડી અનેક જળ વિષે,
પણ પછી વમળ કદી થયાં નહીં

છીપલાં કશેક જે પડી ગયાં,
કેમ કોઇને ય સાંભર્યા નહીં ?

આ પ્રવાસ પણ હવે પુરો થશે,
શ્વાસ તો કશે ય જઇ શકયા નહી

Manas

માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.

દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.

“નાઝીર” એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું

New

માણસ વચ્ચે માણસ થઈ પંકાઈ ગયેલો માણસ છું .
વહેચણ વચ્ચે વહેચણ થઈ વહેચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે ભીનાશ તમારા આંગણની,
વાદળની ઝરમર થઈ પથરાઈ ગયેલો માણસ છું.

દર્દોને રાહત છે તો ઉપચાર જરુરી કોઈ નથી,
દુનિયાના ઝખમો જીરવી રુઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાના તરત જ માની જઉં
અમથો અમથો આદતવશ રીસાઈ ગયેલો માણસ છું.

“નાઝીર” એવો માણસ છું જે કેમે કરી વિસરાય નહીં
જાતને થોડી ખર્ચીને ખર્ચાઈ ગયેલો માણસ છું

Gazals

હેલ, પનિહારી, પરબ, જળ ને પછી શું શું ગયું ?
વાવ, વીરડો, વ્હેણ, વાદળ ને પછી શું શું ગયું ?

બાગનો પર્યાય જો શોધી શકો તો શોધજો,
પર્ણ, ડાળી, ફૂલ, ઝાકળ ને પછી શું શું ગયું ?

કો’ક આપો આ મને મારા ખજાનાના સગડ,
શબ્દ, કીત્તો, શાહી, કાગળ ને પછી શું શું ગયું ?

અર્થનું આકાશ અંતે હાથ છેટું રહી ગયું,
કલ્પનાઓ, તર્ક, અટકળ ને પછી શું શું ગયું ?

વાદળો પાછળ લપાઇ સૂર્ય શું રણમાં જુએ ?
મૃગજળોનો એ ભરમ, છળ ને પછી શું શું ગયું ?

મુકત છો તો મુકત થૈ જા આ ગણતરીથી ય તું,
કેદ, પિંજર, રાવ, સાંકળ ને પછી શું શું ગયું ?

-કાસમ પટેલ

Gazals

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

- મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)