Saturday, March 13, 2010

ઘર કદી, શેરી કદી, હું ગામ ભૂલી જાઉં છું

ઘર કદી, શેરી કદી, હું ગામ ભૂલી જાઉં છું,
કોઈ કોઈ વાર મારું નામ ભૂલી જાઉં છું.

આપને જ્યારે મળું હું ખુબ રાજી થાઉં છું,
રૂબરુ આવ્યો હતો શું કામ ! ભૂલી જાઉં છું.

આભના તારા થયાં,શું એ સ્વજન પાછા ફરે?
‘રાહ જોવી’, વ્યર્થ છે,વ્યાયામ ભૂલી જાઉં છું.

કોઈ નકશાથી નથી સંબંધ; મારે તો જવું,
જે તરફ રસ્તો નથી; અંજામ ભૂલી જાઉં છું.

હો જવાનું વસ્તીમાં ને નીકળું વેરાનમાં,
આવશે આવો વચે મુકામ ભૂલી જાઉં છું.

હું વિખરાઈ જતો પડઘો બનીને ખીણમાં,
શબ્દ સાથે પ્રેમનું પરિણામ ભૂલી જાઉં છું.

-હર્ષદ ચંદારાણા

No comments: